Raju Karpada ની સભામાં પહોંચેલા ખેડૂતોએ ભાજપ, કૉંગ્રેસ અને આપ વિશે શું કહ્યું?

Feb 25, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 months ago
Duration5:53
Video IDkGhbC6ZoQZc
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views2.6K
Likes19
Comments9
Engagement Rate1.08%
Likes per 100 views0.74
Comments per 1K views3.48

Description

#rajukarpada #gopalitalia #gujaratinews #latestnews થોડા મહિના પહેલાં બોટાદ એપીએમસીના હડદડ કૉટન સબયાર્ડમાં કપાસની ખરીદી ચાલતી કથિત કડદા પ્રથા તથા ખેડૂતોએ ભોગવવી પડતી કથિત હાલાકીનો મુદ્દો ઉઠાવ્યા બાદ ચર્ચામાં આવેલા રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ફરી એક વાર સમાચારમાં આવી ગયા હતા. બુધવારે 'વ્યક્તિગત કારણો' આગળ ધરીને રાજીનામું આપનાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષપદે રહેલા રાજુ કરપડાએ બાદમાં ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજીનામાનું સૌથી મુખ્ય અને મોટું કારણ તેમણે એ આપ્યું કે તેઓ બોટાદના હડદડ ગામે થયેલી ધમાલના કેસમાં જેલમાં હતા ત્યારે આપના નેતાઓએ તેમને કાનૂની મદદ કરી ન હતી. તેમણે આપના નેતા અને વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ આપ્યા વગર તેમની સામે નિશાન તાકીને કહ્યું કે "તેમને ચૂંટણીમાં જીતાડવા માટે પરિવાર કરતાં પણ વધારે મહત્ત્વ આપ્યું હતું. પરંતુ જેલવાસ દરમિયાન જે કડવા અનુભવો થયા તેના કારણે મેં રાજીનામું આપ્યું છે." આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાના નિવેદન બાદ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે "રાજુભાઈ પ્રત્યે મને નારાજગી નથી. દુ:ખ એ વાતનું છે કે તેમણે ભાજપનો હાથો બનીને ખેડૂતના નિસાસા લીધા છે. ખેડૂતોને આશા જાગી હતી એવે સમયે તેમણે આ પાપ કર્યું છે. જેલ જવાથી બચવા માટે તેમણે ખેડૂત આંદોલનનો બલિ ચડાવ્યો." "જેલની બીકે તેઓ આવા આરોપો લગાવશે, બોલશે એવું હું માની શકતો નથી. મારાથી નારાજગી હોય તો દિલ્હી ફરિયાદ કરવી હતી, સોશિયલ મીડિયા પર બધું લખવું જોઈતું હતું. પાર્ટીએ રાજુભાઈના સમર્થનમાં 8 જનસભાઓ કરી હતી. કેજરીવાલ પણ રાજકોટ આવ્યા હતા." એક સમયે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીને સ્થાનિક રાજકારણમાં એક ચર્ચિત નામ બની જનાર રાજુ કરપડાના રાજીનામા બાદ હવે તેમના આ પગલાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થશે એ અંગે પણ ચર્ચા ઊપડી છે. વીડિયો: તેજસ વૈદ્ય અને સચીન પીઠવા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati